GUJARATKOTDA SANGANIRAJKOT
કોટડાસાંગાણીના સતાપર ગામે વિદ્યાર્થીઓને ગ્રામપંચાયતની મુલાકાતે લઇ જઇ પંચાયતી રાજ વિશે માહિતગાર કરાયાં

તા.૨૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સતાપર ગામે શાળાના વિદ્યાર્થીઓએ ગ્રામપંચાયત કચેરીની મુલાકાત લીધી હતી. અને તાલુકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પંચાયતી રાજ,પંચાયતની સ્થાપના, સત્તા, પંચાયતના વિવિધ કાર્યો વિશે તલાટી શ્રી કિરણ ચાવડા તેમજ અગ્રણીશ્રી રાયધનભાઇ મહેતા દ્વારા માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

જવાબદાર નાગરિક તરિકે વિવિધ વેરા ભરવાની અગત્યતા અને તેના જાહેર સ્વાસ્થ્ય અને સુખાકારી માટે થતા ઉપયોગ વિશે સમજ આપવામાં આવી હતી તેમજ નાગરિકોના હકો અને મુળભુત ફરજો વિશે વાત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ મુલાકાતમાં શાળાના આચાર્યશ્રી યતિન સાવલિયા શિક્ષકગણ સાથે ઉત્સાહ અને રસપુર્વક જોડાયા હતાં. વિદ્યાર્થિઓએ સહકારી મંડળી તેમજ બેંકની પણ મુલાકાત લઇ વિવિધ આૃથિક વ્યવહારો વિષે સમજ કેળવી હતી.

[wptube id="1252022"]








