
ટંકારા: પ્રોસેસિંગ કો ઓપ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા મગનભાઇ વડાવીયા ના અધ્યક્ષ સ્થાને યોજાઇ
હર્ષદરાય કંસારા ટંકારા: તારીખ ૨૭.૦૮.૨૦૨૩ ના રોજ શ્રી મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ તથા મોરબી માળીયા પ્રોસેસિંગ કો ઓપ સોસાયટી ની વાર્ષિક સાધારણ સભા તથા કૃભકો ની સહકારી પરિસદ રાજકોટ જીલ્લા સહકારી બેન્ક ના વાઇસ ચેરમેન તથા કૃભકો ન્યુ દિલ્હી ના ડિરેક્ટર અને મોરબી જીલ્લા સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી.

આ કાર્યક્રમ માં મોરબી તાલુકા સહકારી સંઘ ના પ્રમુખ બળવંતભાઈ કોટડીયા દ્વારા મોરબી તાલુકા સંઘ ની વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી રજૂ કરવામાં આવેલ અને સંઘ નો નફો રૂ.૨૪.૯૨ લાખ નો નફો થયેલ જેમાં સભાસદો ને ૧૫% ડિવિડેન્ટ જાહેર કરવામાં આવેલ.
મોરબી માળીયા પ્રોસેસિંગ કો ઓપ સોસાયટી નો નફો રૂ.૧૮.૯૬ લાખ નો નફો થયેલ જેમાં સભાસદો ને ૧૫% ડિવિડેન્ટ ચૂકવવાનું જાહેર કરવામાં આવેલ.
આ બંને સંસ્થા ની સાધારણ સભા તથા કૃભકો ની સહકારી પરિસદ માં જિલ્લા ના સહકારી આગેવાનો મગનભાઇ વડાવીયા સાહેબ, બળવંતભાઈ કોટડીયા , ભવાનભાઈ ભાગીયા, વિડજા સાહેબ,લવજીભાઈ સેરસીયા, દલસુખભાઈ બોડા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રવિભાઈ સનાવડા, મનહરભાઈ બાવરવા, સંજયભાઇ ભાગીયા,પી વી પનારા તથા કૃભકો માંથી સોરઠિયા, કેતનભાઈ ,ઉદયભાઈ તથા સંઘ ના વયવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી મંડળીઓ ના પ્રમુખો તથા મંત્રી ઓ ઉપસ્થિત રહેલ અને બહોળી સંખ્યામાં સહકારી બંધુઓ ઉપસ્થિત રહેલ..
સાથો સાથ કૃભકો ની સહકારી પરિસદ આયોજન કરેલ જેમાં આગામી શિયાળુ પાકના ખાતરના આગોતરા આયોજન માટે કાર્યક્રમ ના અધ્યક્ષ મગનભાઇ વડાવીયા દ્વારા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ.આ તકે કૃભકોના એરિયા મેનેજર સોરઠિયા સાહેબ દ્વારા જૈવિક ખાતરો, સેંદ્રિય ખાતર તથા ખેત વિસયક માહિતી પૂરી પાડેલ








