BODELICHHOTA UDAIPUR CITY / TALUKO

છોટાઉદેપુરના ખજૂરીયા ગામે સર્વે નંબર 574 ની જગ્યામાથી કાન્તિભાઈ નામના ઇસમે વ્રુક્ષો કાપી નાખી મંદિર બંધ કરી ભણતા મહારાજને મંદિરમાં પ્રવેશ નહી આપતા જિલ્લા કલેકટરને ફરીયાદ કરી છે.

બનાવની હકીકત જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર તાલુકાના ખજૂરીયા ગામે ખજૂરીયા ગ્રામ પંચાયતે મંદિર માટે એક જગ્યા ભણતા નાયકા નામના Birthday આપી હતી જે જગ્યા સર્વે નંબર 574 મા છે ત્યાં ભાથીજી મંદિરનું સ્થાપન કરેલ છે અને આ મંદિરનો ભોગવતો પણ ભણતા નાયકા ના નામે પંચાયતના દફતરે ચાલેછે એ ભાથીજી મહારાજ મંદિરના પરિશર મા ખેર ના લાકડા હતા જે ખેરના લાકડા કાન્તિ ભાઈ એકજ નામ ધરાવતા બે વ્યક્તિઓ એક સપ્તાહ પહેલા કાપતા હતા જેને અટકાવવા ભાથીજી મંદિરના મહારાજ ભણતા નાયકા ગયા હતા અને કહ્યું હતું કે વ્રુક્ષો કેમ કાપોછો ? ત્યારે કાન્તિ નાયકા આક્રોશમા આવી ગયેલ અને જાતિ વિષયક અપશબ્દો બોલી કહ્યું હતું કે તને અહીં રહેવા નહી દઈએ અને તારું મંદિર પણ તોડી નાખીશું જેથી ભાથીજી મંદિર ના મહારાજ ઘબરાઈ ગયા હતા હાલ આ મહારાજને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી એટલે મહારાજે જિલ્લા કલેકટર ને જમીન પચાવવાના કાયદા અધિનિયમ 2020 હેઠળ ફરીયાદ જિલ્લા કલેકટર મા કરી છે હવે જિલ્લા કલેકટર ના હુકમની રાહ જોવાઇ રહી છે અને મંદિર મા જયાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી વિવાદમાં રહેશે.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]
Back to top button