
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૮.૨૦૨૩
પ.પૂ.શ્રી રામસરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં કંજરી શ્રી રામજી મંદિર થી પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગદલ દ્વારા કાવડ યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કાવડયાત્રા ની શરૂઆત માં પ.પૂ શ્રી રામસરણદાસજી મહારાજ,હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિહંજી પરમાર તેમજ અભયભાઈ વ્યાસ તેઓએ પવિત્ર કાવળ ઉંચકી અને યાત્રા ની શરૂઆત કરી હતી.જેમાં બજરંગ દલના વિભાગ સહયોજક જલ્પેશભાઈ સુથાર,પ્રખંડ સહયોજક રવી સોલંકી, નગર સહયોજક નિકેસ ગરવલ તથા રામજી મંદિર પરિવાર ના શૈલેષભાઈ ઠાકોર શિલ્પાબેન પટેલ અને સહુ કાર્યકર્તાઓ જોડાયા હતા અને રાજપુરા કેનાલ થી પવિત્ર નર્મદાજીનું જલ લાવી ને કંજરી ગામ ખાતે પૌરાણિક ચંપકેશ્વર મહાદેવ પર જલ અભિષેક કરી અને કંજરી શ્રી રામજી મંદિર ખાતે સફટિક ના રામેશ્વર મહાદેવ બાકી ના જલા અભિષેક કરી ને યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી.










