હાલોલ-સરદાર સોસાયટી વિસ્તારમા આવેલા કુવામાં પડી જતા પતિ-પત્નીના મોત,બાળકો બન્યા નોંધારા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૮.૨૦૨૩
હાલોલ એસટી ડેપો નજીક યુવરાજ હોટલ તરફના માર્ગ ઉપર આવેલી સરદાર સોસાયટી ના કુવા માંથી બે મૃતદેહો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલા અને પુરુષ ના મૃતદેહ હોવાનો કોલ હાલોલ ફાયર ને મળતા ઘટના સ્થળે પહોંચી કુવા માં પડેલા બંને મૃતદેહો ને કૂવામાં ઉતરી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બંને મૃતદેહો ને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવને લઇ હાલોલ ટાઉન પોલીસ ને સમગ્ર ઘટના બાબતે જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.હાલોલ ની સરદાર સોસાયટીના કૂવામાં બે મૃતદેહો પડ્યા હોવાની જાણ હાલોલ ફાયર ને થતા ઘટના સ્થળે જઈ તપાસ કરતા કૂવામાં એક પુરુષ અને મહિલા નો મૃતદેહ પડેલો જણાઈ આવ્યો હતો. ટીમે બંને મૃતદેહો ને રેસ્ક્યુ કરી દોરડાઓ ની મદદ થી બહાર કાઢ્યા હતા. મૃતક બંને પતિ પત્ની હોવાનું જાણવા મળ્યું છે. પુરુષ હર્ષદ ગોસલા ભાઈ રાઠવા ઉ.વ.25 અને મહિલા તેની પત્ની પ્રિયંકા હર્ષદ ભાઈ રાઠવા ઉ.વ. 23 હોવાનું સામે આવ્યું છે.મૂળ છોટાઉદેપુર જિલ્લા ના બંને અહીં સરદાર સોસાયટી ના એક મકાન સાચવવા મકાન ની એક ઓરડી મા 6 મહિના થી ભાડે રહેતા હતા.જ્યારે આધાર ભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે સાંજે કોઈ બાબતે કંકાસ થતા પત્ની દોડી ને કુવા તરફ ભાગી હતી જેને બચાવવા પતિ પણ પાછળ દોડ્યો હતો. પત્ની એ કુવા માં છલાંગ મારી દેતા તેને બચાવવા પતિએ પણ કૂવામાં પડતું મૂક્યું હતું.આ ઘટના બનતા સોસાયટી નાં રહીશો દોડી આવ્યા હતા અને હાલોલ ફાયર ને જાણ કરી હતી.ફાયર ની ટીમ પહોંચી ત્યાં સુધી બંને ના મોત નિપજ્યા હતા.હર્ષદ હાલોલ જીઆઇડીસી માં હમાલી તરીકે મજૂરી કામ કરતો હતો અને તેની પત્ની ઘરે જ રહેતી હતી. બંને ને બે નાના બાળકો છે. એક નાનો દીકરો અને એક નાની દીકરી બંને અનાથ બન્યા છે. ગૃહ કંકાસ માં પતિ સાથે બોલાચાલી થતા જીવ આપવા કુવા તરફ દોડેલી પત્ની એ કુવા માં છલાંગ મારી દેતા પાછળ દોડેલો પતિ પણ કૂવામાં પડ્યો હતો. બંને ના મૃત્યુ થતા, 3 વર્ષ ની દીકરી યસ્વી અને 09 માસ નો આરન્સ નિરાધાર બન્યા છે. બંને બાળકો ને હાલ અહીં રહેતા તેમના નજીકના સંબંધી ના ઘરે લઈ જવામાં આવ્યા છે.અને પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.











