GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત મતદારોનાં ઘરેઘરે સંપર્ક અભિયાન.

તારીખ ૨૬/૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર ભાજપ દ્વારા નવા મતદારોને મતદાર યાદીમાં જોડવા તેમજ મતદાર યાદીની ચકાસણી માટે સમગ્ર દેશમાં ‘મતદાતા ચેતના અભિયાન’શરૂ થઈ ગયો છે ત્યારે આ અભિયાન અંતર્ગત આજરોજ મતદાન ચેતના અભિયાન અંતર્ગત કાલોલ નગર ના શક્તિ કેન્દ્ર 3 થી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ની સાથે જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને સંયોજક ડૉ યોગેશ પંડ્યા,કાલોલ નગર ભાજપના પ્રમુખ અને સંયોજક ગૌરાંગભાઇ દરજી, શહેર ભાજપ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ દરજી, મીડિયા સેલ જિલ્લા કન્વીનર અને બૂથ પ્રમુખ રમેશભાઈ કોન્ટ્રાક્ટર, કાલોલ શહેર ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ ઇકબાલભાઈ દીવાન ની સાથે અન્ય કાર્યકર્તાઓ સાથે નવા મતદારોનાં ઘેર જઈ ને મળી ને નોંધણી કરી ફોર્મ ભર્યા હતા સાથેજ તેઓને ગુલાબના ફૂલ અને મીઠાઇ આપી ઉત્સાહ પૂર્વક ભારતના ભવિષ્યના ઘડતર માટે યોગ્યતા આપવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં ભાજપાના કાર્યકર્તાઓ દ્વારા ૨૫/૮/૨૦૨૩ થી ૩૧/૮/૨૦૨૩ સુધી ઘરે ઘરે સંપર્ક કરી મતદાન ચેતના અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવશે.તેમ જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ દ્વારા જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button