હાલોલ-યાત્રાધામ પાવાગઢમાં મોટી દુઘર્ટના થતા થતા રહી ગઈ,રોપ-વેમાં ટેકનીકલ ખામી સર્જાતા ભાવિકોના જીવ ચોટ્યા

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૨૫.૮.૨૦૨૩
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામા આવેલા અને ભારતના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માંચીથી નીજ મંદિર સુધી યાત્રીઓને લઇ જતા ઉડન ખટોલામાં ટેકનીકલ ખામી સર્જાતા યાત્રીઓના જીવ તાળવે ચોટી ગયા હતા.યાત્રાળુઓ અડધો કલાક સુધી રોપ વે પર લટકી રહેવાનો વખત આવ્યો હતો.જોકે અડધો કલાકના સમય બાદ રોપ-વે પુન: ચાલુ થયો હતો.થોડા દિવસો પહેલા ઉષા બ્રેકો કંપની દ્વારા મેઇન્ટેનસની કામગીરી માટે રોપ-વે બંધ કરાયો હતો.ત્યારે આ રીતે અચાનક રોપ-વેમાં ખામી સર્જાતા અનેક સવાલો પણ ઉભા થયા છે.પંચમહાલ જીલ્લાનું જાણીતુ યાત્રાધામ અને ૫૨ શક્તિપીઠોમાંનુ એક પાવાગઢ,આ મંદિરની મૂલાકાત લેવા હવે દેશથી નહી પણ વિદેશથી પણ લોકો આવી રહ્યા છે.પાવાગઢ મંદિરે જવા બે પડાવ પાર કરવા પડે છે.તળેટીથી માંચી અને માંચીથી મંદિર માંચીથી મંદિર પગથીયા મારફતે જઈ શકાય છે,સાથે રોપ-વે ઉડન ખટોલાની પણ વ્યવસ્થા છે.કેટલાક માઇભકતો રોપ-વેનો ઉપયોગ કરે છે.જેથી સરળતાથી પહોચી શકાય છે.આ રોપવેનૂ સંચાલન ઉષા બ્રેકો કંપની કરે છે.શુક્રવારના મોડી સાંજે અચાનક રોપ-વે બંધ થઈ જતા રોપ-વેની બોગીમાં બેઠેલા યાત્રીઓના જીવ તાળવે ચોટ્યા હતા.કોઇ ટેકનીકલ ખામી સર્જાતા આ પરિસ્થીતી સર્જાઈ હતી.અડધો કલાક લટકી રહેવાનો વખત આવ્યો હતો.જોકે તાબડતોબ કંપનીના કર્મચારીઓએ દોડધામ લગાવીને રોપવે શરૂ કર્યો હતો.અને જીવમા જીવ આવ્યો હતો.નોંધનીય છેકે થોડા સમય પહેલા આ રોપ-વેઁનુ મેન્ટનેંસ કરવામા આવ્યુ હતુ.ત્યારે અચાનક આમ કેમ થયુ તે પણ સવાલ છે.જો કોઇ મોટી દુર્ઘટના ઘટતી તો તેનો જવાબદાર કોણ તે પણ ચર્ચા ચાલી હતી.ભુતકાળમાં આજ પાવાગઢ રોપવે તુટવાની ઘટનામાં યાત્રાળુઓના મોત થયા હતા.મેન્ટેનેસ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.