GUJARATMORBI

મોરબીની માધાપરવાડી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પરીક્ષા યોજાઈ

મોરબીની માધાપરવાડી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજીત ભારત કો જાનો પરીક્ષા યોજાઈ

મોરબી,અત્રેની માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે,વિશિષ્ટ દિવસોની વિશિષ્ટ રીતે ઉજવણી કરાવવામાં આવે છે,બાળકોને શાળાએ આવવું ગમે,રોકાવું ગમે ભણવું ગમે એવી અનેકવિધ પ્રવુતિ કરાવવામાં આવે છે ત્યારે આજે વધુ એક પ્રવૃત્તિ કરાવવામાં આવી જેમાં વિશ્વના મોટા સંગઠન રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ દ્વારા ચાલતા વિવિધ ક્ષેત્રો પૈકી ભારત વિકાસ પરિષદ-મોરબી જિલ્લાની શાખા દ્વારા વિદ્યાર્થીઓ માટે *ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ

 

જેમાં માધાપરવાડી કન્યા શાળાની ધો.6 થી 8 ની વિદ્યાર્થીનીઓએ વેદ વ્યસજીના પિતાજીનું નામ શું હતું? *ચેટીચાંદ* કયા સંતની સ્મૃતિમાં ઉજવાય છે? શ્રીકૃષ્ણના શંખનું નામ શું હતું?ચાણક્યનું મૂળ નામ શું હતું? *સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે* એવું કોને કહ્યું હતું? ભારતની કઈ સંસ્થાએ એકીસાથે 104 ઉપગ્રહોનું પ્રક્ષેપણ કર્યું હતું? ભારતનો મુદ્રાલેખ કયો છે? વગેરે જેવા 50 પચાસ પ્રશ્નોના ઉત્તર પેપરમાં લખી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.ભારત વિકાસ પરિષદ તરફથી ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા,બીજા તબક્કામાં શાળા કક્ષાની કસોટીમાં પ્રથમ બે નંબર પ્રાપ્ત કરનારને આગળની સ્પર્ધામાં મોકલવામાં આવશે, સમગ્ર પરીક્ષામાં ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો.પનારા અને પ્રકલ્પ સંયોજક દિલીપભાઈ પરમારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાલકક્ષાએ જયેશભાઈ અગ્રાવત દયાલજીભાઈ બાવરવા, ચાંદનીબેન સાંણજા,નીલમબેન ગોહિલ, હિતેષભાઈ બરસરા વગેરે શિક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button