GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની અલીદ્રા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ની ઉજવણી કરવામાં આવી.

તારીખ ૨૪/૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
તારીખ ૨૪ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા કાલોલ તાલુકાની અલિંદ્રા પ્રાથમિક શાળા ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરી શાળાના શિક્ષકો તથા બાળકો સાથે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જય જય ગરવી ગુજરાત, ગુજરાતી છું અને કડકડાટ ગુજરાતી બોલી શકું છું તેનો મને ગર્વ છે તેમ જણાવી નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી એ શાળાના શિક્ષકો તથા બાળકોને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી,પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલભાઈ પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શિક્ષકો દ્વારા ગુજરાતી ભાષા અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]









