સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા ખેડૂત શિબિરનું આયોજન

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા હોલિસ્ટિક એપ્રોચ યોજના અંતર્ગત ખરીફ પાકોની વાવેતર બાદ રાખવાની થતી કાળજી અને સેંદ્રિય ખેતી બાબતેની ખેડૂત તાલીમ શિબિરનું આજ રોજ ભચાઉ તાલુકાનાં કુંભારડી ગામ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમ શિબિરમાં કુલ ૫૧ ખેડૂતોએ ભાગ લીધેલ હતો. જેમાં ડૉ. હિરેન એસ. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકએ ખેડૂત ભાઈ બહેનોનું સ્વાગત પ્રવચન કરી આવકારેલા હતા તેમજ વધુ પાક ઉત્પાદન માટે પાકની જાતનું મહત્વ સમજાવેલ હતું અને ત્યારબાદ કચેરીના વડા ડૉ. એ. એચ. સિપાઈએ ખરીફ ઋતુ દરમિયાન વાવેતર કરવામાં આવેલ લાંબાગાળાના અને ટૂંકાગાળાના ખરીફ પાકોનું એકમ વિસ્તારમાથી વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે પાકની વાવણી બાદ રાખવાની થતી કાળજી બાબતે સવિસ્તૃત સમજ આપેલ અને જમીનને ફળદ્રુપતા અને ઉત્પાદકતા જાળવી રાખવા જમીનને જીવંત રાખવા માટે થઈ વધુમાં વધુ સેંદ્રિય ખાતરો/જૈવિક ખાતરોનું ઉપયોગ કરીને ખેડૂતોને સજીવ ખેતી/સેંદ્રિય ખેતી કરવા માટે જરૂરી સમજણ આપવામાં આવેલ. અંતમાં ભચાઉ ફાર્મ ખાતેના વેધશાળા વિભાગમાં ફરજ બજાવતા શ્રી કુલદીપ સેવકએ ખેડૂતોને વધુ પાક ઉત્પાદન લેવા માટે થઈ ભચાઉ ખાતેથી પ્રસિદ્ધ થતી એગ્રો એડવાઈસરીને ધ્યાને લઈ ખેત કામો સૂચના મુજબ કરવા સલાહ આપવામાં આવી હતી. શ્રી પાર્થ નંદાણિયા, ખેતી મદદનીશએ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી શિબિરને પૂર્ણ જાહેર કરેલ. શ્રી જે. એ. પરમાર, ખેતી મદદનીશએ ભારે મહેનત ઉઠાવેલ અને પ્રોગ્રામને સફળ બનાવેલ.




