GUJARATJETPURRAJKOT

ઇશ્વરીયા પાર્ક ખાતેના મેળામાં પાર્કીંગ પ્લોટ માટેની જાહેર હરરાજી યોજાશે

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

લોકમેળા સમિતિ, રાજકોટ દ્વારા વેલી ઓફ વાઇલ્ડ ફ્લાવર, હીલ ગાર્ડન, ઈશ્વરીયા પાર્ક, માધાપર, રાજકોટ ખાતે તા.૦૫/૦૯/૨૦૨૩ થી ૦૯/૦૯/૨૦૨૩ સુધી મેળો યોજાનાર છે. જેમાં પાર્કીંગ માટેની જગ્યા ભાડેથી આપવાનું નકકી થયેલ છે, જેની જાહેર હરરાજી કરવામાં આવશે. આ હરરાજીમાં રસ ધરાવનાર પાર્ટીએ અનામત પેટેની રકમ રૂ.૧૦,૦૦૦/- ના અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ અને નાયબ કલેકટર, રાજકોટ શહેર-૧ ના નામના ચેક સાથે તા.૨૮/૦૮/૨૩ ના રોજ ૧૨-૦૦ કલાકે મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા, જુની કલેકટર કચેરી, રાજકોટ ખાતે હાજર થવાનુ રહેશે.

આ જાહેર હરરાજીમાં કાર પાર્કીંગ ફી રૂ.૩૦, મોટર સાઇકલ પાર્કીંગ ફી રૂ.૧૦ લેવાની રહેશે. તા.૦૫/૦૯/૨૩ થી તા.૦૯/૦૯/૨૩ એમ ૫-દિવસની અપસેટ પ્રાઇઝ રૂ.૭૫,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર હજાર પુરા રહેશે. શરતો હરરાજી સમયે વાંચી સંભળાવવામા આવશે અને તેને આધીન રહીને હરરાજીની કાર્યવાહી કરવામા આવશે. તેમ રાજકોટ તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયુ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button