GUJARATJETPURRAJKOT

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ(જાસ) અને ડિસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઇઝેશન(DTFI)ની બેઠક યોજાઈ

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જિલ્લાની તમામ હોસ્પિટલો, સીએચસી, પીએચસીમાં સ્ક્રીનીંગ, ટેસ્ટીંગ, સારવાર, અદ્યતન લેબ, દવાનો સ્ટોક જાળવવા, સમયાંતરે કલીનીંકલ તાલીમ યોજવા, ફોગીંગ મશીનનો મહત્તમ ઉપયોગ કરવા કલેકટરશ્રીને તબીબી અધિકારીઓને સુચના

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ(જાસ) અને ડિસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઇઝેશન(DTFI)ની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં રાજકોટ જિલ્લામાં થઇ રહેલી આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કલેકટરશ્રી દ્વારા કરાઇ હતી.

જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ(જાસ)ની બેઠકમાં તાલુકાવાઇઝ પ્રસુતી, રસીકરણ, જન્મ સમયનો સેકસ રેશિયો, મેટરનલ ડેથ, ઇન્ફન્ટ ડેથ, બાળક- માતાના ન્યુટ્રિશ્યન, પી.સી. પી.એન.ડી.ટી, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, શરદી-ઉધરસ, ઝાડા- ઉલ્ટીના કેસો, આભા કાર્ડ, ઓ.પી.ડી, સ્ક્રિનીંગ, સારવાર, કોવિડના કેસો, રાષ્ટ્રીય ટી.બી. રસીકરણ પ્રોગ્રામ, એઇડસ વગેરે વિશેની સમીક્ષા કલેકટરશ્રીએ કરી કેટલીક મહત્વની સુચનાઓ તબીબી અધિકારીઓને આપી હતી.

ડિસ્ટ્રિકટ ટાસ્ક ફોર્સ ફોર ઈમ્યુનાઇઝેશન(DTFI)ની બેઠકમાં રૂટીન રસીકરણનું પર્ફોમન્સ, રસીકરણ ટ્રેનિંગ અને કોલ્ડ ચેન પોઇન્ટ, સ્પેશિયલ ઇમ્યુનાઈઝેશન એકટીવીટી હેઠળ ઓગસ્ટ માસમાં મિશન ઇન્દ્રધનુષ હેઠળ થયેલ કવરેજ, ટી.ડી. વેકસીનેશન પ્રોગ્રેસ રીપોર્ટ અને તેના કેમ્પેઇન, સર્વેલન્સ વિશેની સમિક્ષા કલેકટરશ્રીએ કરી હતી.

આ તકે કલેકટરશ્રીએ રાજકોટ શહેર ઉપરાંત તાલુકાઓના તમામ સી.એચ..સી., પી.એચ.સી.માં પણ સ્ક્રીનીંગ, વિવિધ રોગોના તપાસ માટે અદ્યતન લેબોરેટરી, અદ્યતન મશીનો, ઉત્તમ સારવાર મળી રહેવી જોઇએ, તેવી સૂચના ઉપસ્થિતોને આપી હતી. અને કલીનીકલ તાલીમ નિયત સમયાંતરે યોજવા, ફોગીંગ મશીનનો મહત્તમ ઉપયોગ કરવા તથા દવાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ રાખવા જણાવ્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ.એમ.રાઠોડ, એ.ડી.એચ.ઓ. ડો. પી.કે સિંધ, મેડિસિન વિભાગના એસો. પ્રો. ડો.દિપમાલા, માઇક્રોબાયોલોજી વિભાગના એસો. પ્રો. ડો.મધુરિકા મિસ્ત્રી, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રી નાથજી, ડી.પી.ઓ. ડો. ઝલક માતેરિયા, તાલુકાના હેલ્થ ઓફિસર ડો. લકકડ અને ડો.વાછાણી, સુપરવાઇઝર શ્રી મહેશ રાજ સહિતના અધિકારીશ્રીઓ, મેડિકલ ઓફિસરો વગેરે ઉપસ્થિત રહયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button