GUJARATJETPURRAJKOT

રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લાની શાળાઓમાં એક સપ્તાહ ચાલનારો રમતોત્સવ

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મેજર ધ્યાનચંદે ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬માં સમર ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલની હેટ્રિક અપાવી હતી

આગામી તારીખ. ૨૯ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદની જન્મ જ્યંતીની દેશભરમાં “રાષ્ટ્રીય રમત દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં તા. ૨૧ થી ૨૯ ઓગસ્ટના એક સપ્તાહ દરમ્યાન શાળાઓમાં વિવિધ રમતોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હોવાનું જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રી રમા મદ્રાએ જણાવ્યું છે.

શાળા કક્ષાએ રોજના ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કબડ્ડી, ખો-ખો, વોલી બોલ, બાસ્કેટ બોલ, ક્રિકેટ, હોકી, ટેબલ ટેનિસ સહીત ઇન્ડોર અને આઉટડૉરની વિવિધ રમતો તેમજ ઘરેલુ રમતો જેવી કે દોરડા કુંદ, લીંબુ ચમચી,લંગડી, રીલે રેસ સહિતની રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. રમતોત્સવમાં બાળકો સાથે વ્યાયામ શિક્ષકો તેમજ વાલીઓ પણ ઉત્સાહપૂર્વક સહભાગી બની રહ્યા હોવાનું રમત વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું છે.

બાળકોમાં ખેલ પ્રત્યે જાગૃતિ અને પ્રોત્સાહનના ભાગ રૂપે રાજકોટ જીલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ૧૫૦૦ જેટલી શાળાઓમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જીલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એસ. કૈલાએ જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૯ ઓગસ્ટ, ૧૯૦૫ માં અલ્હાબાદમાં જન્મેલા મેજર ધ્યાનચંદ માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વનથી એક મહાન હોકી ખેલાડી હતા. મેજર ધ્યાનચંદે વર્ષ ૧૯૨૮, ૧૯૩૨ અને ૧૯૩૬ માં સમર ઓલિમ્પિક્સમાં વિજય સાથે ગોલ્ડ મેડલની હેટ્રિક અપાવી ભારત દેશને ગૌરવ અપાવ્યું હતું. આ દિવસે ૨૯ ઓગસ્ટના રોજ રમત જગતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન, ધ્યાનચંદ એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button