
વિજાપુર પાન પાર્લર ની દુકાનો ની આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતાં રૂપિયા ૧૩૦૦ નો દંડ વસુલાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તમાકુ ની બનાવટો નું વેચાણ કરતા વેપારીભાઈ ઓ દ્રારા તમાકુ અધિ નિયમન 2003 ના ભંગ બદલ દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તમાકુ નિષેધ ના બોર્ડ દુકાન ઉપર નહી લગાવનાર પાર્લર ની દુકાન ધરાવતા દુકાનદારો ની સામે દંડત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં રૂપિયા ૧૩૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો જીલ્લા ટોબેકો સેલ મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુર ના તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ ની સૂચના મુજબ જેપૂર ગામે પ્રા આ કે ફલૂ ની આરોગ્ય ટીમ દ્રારા તમાકુ અને તમાકુ ની બનાવટો નું વેચાણ કરતા વેપારી ભાઈઓ દ્રારા “18વર્ષ થી નીચેના વ્યક્તિ ને તમાકુ નું વેચાણ કરવો ગુન્હો છે”તે મુજબ નું ૬૦ સેમી *૩૦સેમી સાઇઝ નું આવનાર ગ્રાહક જોઈ શકે બોર્ડ લગાવવું જરૂરી છે..આવું બોર્ડ ન લગાવનાર વેપારી ભાઈ ઓ દ્રારા તમાકુ અધિ નિયમન ૨૦૦૩ ભંગ બદલ સ્થળ પર કાયદાકીય દંડ ની જોગવાઇ 1300 રૂપિયા નો દંડ આપવામાં આવ્યો.અને તમાકુ અધિ નિયમન ૨૦૦૩ નું પાલન કરવા માટે નોટિસ પણ આપવામાં આવી..મેડિકલ ઓફિસર પ્રા આ કે ફલૂ ડો નરેશ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ .આરોગ્ય સુપરવાઈઝર .ગૌરાંગ ભાઈ આર કે પ્રજાપતિ .બી એમ મકવાણા ની ટીમ બનાવી ને કાર્યવાહી કરવામાં આવી હતી