
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
સુરત જિલ્લામાં કામરેજ ના વલસાણમાં તલાટી કમ મંત્રીએ વીજ કનેક્શન અપાવી દેવા માટે અરજદાર પાસેથી રૂપિયા ચાલીસ હજાર લાંચ માગી હતી. તલાટી ભરતભાઈ વાળાએ લાંચ માગતા અને સ્વીકારતાં એસીબી નાં છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ફરિયાદી ની મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર નો વેરા બિલ માં ઉલ્લેખ ન હોવાથી તેમણે જીએસટી નંબર અને વીજ કનેક્શન મેળવવા ગ્રાઉન્ડ ફ્લોર ની આકારણી સાથેના વેરા બિલ ની જરૂર હતી તેમણે માંકળા પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઈ વાળા નો સંપર્ક કર્યો હતો ભરતભાઈએ કનેક્શન અપાવી દેવા માટે તેની પાસેથી રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આવી લાંચ ની રકમ આપવા માગતા ન હોય તેમણે તુરત જ એસીબી નો સંપર્ક કર્યો હતો. અને એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં અરજદાર પાસેથી ભરતભાઈ વાળા તલાટી કમ મંત્રી રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતાં એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા સમગ્ર મામલે એસીબી તંત્ર એ ટેકનિકલ પુરાવા એકત્રિત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ભરતભાઈ વાળા તલાટી કમ મંત્રીની ધરપકડ કરી તેમની ઘરે પણ તપાસ હાથ ધરાઈ હતી તેવું એસીબી ઉતરો એ જણાવ્યું હતું. ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનમાં જોડાયેલા આ કેસના ફરિયાદી અને સફળ ટ્રેપ કરનાર એસીબી ટીમને સિદ્ધાંત અને સંકલ્પ સમર્થન સમિતિ મોરબી એ અભિનંદન પાઠવ્યા છે.