
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૨.૮.૨૦૨૩
હાલોલ ટાઉન પોલીસે હાલોલ જીઆઇડીસી ગણેશ નગર ખાતેથી પાણા પત્તાનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી આરોપીઓ સામે જુગારધારા નો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હાલોલનાં જીઆઇડીસી ગણેશ નગર ખાતે ફળિયાના રોડ ઉપર કેટલાક ઇસમો પાણા પત્તાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની પાક્કી બાતમી હાલોલ ટાઉન પોલીસ ના પી.આઈ કે.એ.ચૌધરી ને મળતા તેઓ પોલીસ ટીમ સાથે બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા કેટલા ઇસમો ટોળું વળી પૈસાની હારજીત નો પાના પત્તાનો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે ઘેરો કરતા જુગાર રમતા પાંચ જુગારીઓ નીલેશકુમાર માવજીભાઈ કટારા,સોમાભાઈ રમેશભાઈ રાઠવા,અજયભાઈ રાણાજી વનજારા,કિશોરકુમાર ભરતસિંહ ગોહિલ,રમેશભાઈ બલ્લુભાઈ સેનવા નાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેઓની અંગ જડતી કરતા અને દાવ ઉપર લગાવેલા રૂ. ૧૧૨૮૦/- મળી આવ્યા હતા. પોલીસે પાંચ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










