HALOLPANCHMAHAL

જાંબુઘોડા:જિલ્લા એસપી હિમાંશુ સોલંકી તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૧.૮.૨૦૨૩

જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા એસપી હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈ ની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ જનો તેમજ તાલુકા ના જાંબુઘોડા,ઉચેટ, ઉઢવણ ,ફુલપરી, સહિત ની પંચાયતો ના સરપંચો સહિત અધિકારીઓ પદાધિકારીઓ હાલોલ DYSP વી.જે.રાઠોડ CPI પલાસ સ્થાનિક પીએસઆઇ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.લોક દરબારમાં મયંકકુમાર દેસાઈ સહિતના અન્ય આગેવાનોએ જાંબુઘોડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં જાંબુઘોડા સહિત આસપાસના પાંચ તાલુકા માંથી ખેલૈયાઓ હજારો ની સંખ્યા માં ગરબા રમવા આવતા હોઈ અહીંના સ્થાનિક PSI તેમજ સ્ટાફને પાવાગઢ ખાતે નવરાત્રીના નવ દિવસ પોલીસ બંદોબસ્ત નહીં આપવા રજૂઆત કરવામાં આવી હતી.આ સાથે તાલુકા મહામંત્રી ભાવસિંગ ભાઈ બારીયા દ્વારા હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર વિસ્તરણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ફેન્સીંગ વાડો ને દુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી કારણ કે આ માર્ગ ઉપર અવાર નવાર અકસ્માતો બનતા હોય છે અને આ અકસ્માતમાં ફેન્સીંગ વાડ ના તારને લઈ અકસ્માત ગ્રસ્તો ને વાડ ના તારને લઈ ગંભીર ઇજાઓ થાય છે તો આ ફેન્શિંગ વાડ ને વિસ્તરણ વિભાગ દ્વારા દુર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી.જ્યારે અન્ય આગેવાનોએ પણ જબાન વળાંક પાસેના મહુડાને લઈ અવારનવાર અનેકોના જીવ ગયા છે અને આ જોખમી મહુડાના વૃક્ષને પણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જાંબુઘોડા ના પોલીસ સ્ટેશનમાં પૂરતો સ્ટાફ ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી તેના જવાબમાં એસપી સોલંકીએ જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં 500 ઉપરાંત ના સ્ટાફ ની ઉનપ છે સરકાર દ્વારા નવો સ્ટાફ આપવામાં આવશે તો જાંબુઘોડામાં પૂરતો સ્ટાફ મૂકી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button