
મોરબીના હજનાળી ગામે કોળીવાસ ઈશ્વરદાદાના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસના પી આઈ કે એ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના કેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને દેવશીભાઈ મોરી ને બાતમી મળી હતી કે હજનાળી ગામે કોળીવાસ ઈશ્વરદાદાના મંદિર વાળી શેરીમાં જાહેરમાં જુગા રમાતો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા લખમણભાઈ વાસાભાઈ ખાટરીયા, મહેશભાઈ વાલાભાઈ પરસાડીયા, દેવજીભાઈ જસભાઈ રુદાતલા, રામદેવભાઈ બાબુભાઈ ધંધુકિયા, જયંતીભાઈ સવજીભાઈ પારેજીયા અને યુનીસભાઈ ઈસાભાઈ સુમરાને રોકડ રકમ રૂ.૧૭૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








