
તા.૧૯/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા રીંગણીના પાકમાં થતા રોગ અને જીવાત સામે પાક વ્યવસ્થા કઈ રીતે જાળવવી તે અંગેની કૃષિ સલાહ આપવામાં આવી છે. રીંગણીમાં થતા સફેદ માખીના રોગને નિયંત્રણમાં લાવવા માટે લીંબોળીનું તેલ ૫૦ મિલિ અથવા લીંબોળીના મીંજનું ૫ ટકા અર્કનું દ્રાવણ ૫૦૦ મીલી અને ડાયફેન્થાયુરોન ૫૦ ટકા વે.પા. ૧૬ ગ્રામ અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઇસી ૨૫ મિ. લી. દવાને ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને તેનો છંટકાવ કરવો.

રીંગણીમાં જોવા મળતી ઇયળના ફળ અને ડોકા તોડીને જમીનમાં દાટી દેવા અને ક્લોરનટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસી રીનાક્ષીપાયર દવા ૩ મિલી ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરીને છાંટકાવ કરવો.
[wptube id="1252022"]








