
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૮.૮.૨૦૨૩
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે હાલોલ તાલુકાના બાસ્કા ત્રણ રસ્તા પાસેથી એક ઇસમ તેમજ બીજા ઇસમને ધનસરવાવ ગામેથી બે મોટર સાયકલ રૂ.૬૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી હાલોલ રૂરલ પોલીસ માં મોટર સાયકલ ચોરીના ભેદ ઉકેલ્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબી પોલીસનાં પીઆઈ એન. એલ.દેસાઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબધી ગુનાઓને બનતા અટકાવવા તેમજ બનેલા વણ શોધાયેલા મિલકત સંબધી ગુનાઓ ડીટેકટ કરવાની કવાયતમાં લાગેલા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર પાસેથી પીઆઈ એન. એલ.દેસાઈને બાતમી મળી હતી કે આજથી સાડા ત્રણેક મહિના અગાઉ પરેશકુમાર ઉર્ફે બાબર બળવંતસિંહ પરમાર રહે. ધનસરવાવ મંદીર ફળિયું તા.હાલોલના ઓ પોતાના મિત્રના લગ્નમાં હાલોલ તાલુકાના તખતપૂરા ગામે ગયેલ હતો તે વખતે તેની પાસે મોટર સાયકલ ન હોય અને તેને મોટર સાયકલ ની જરૂર હોય અને લગ્નમાં ઘણી બધી મોટર સાયકલો પાર્ક કરેલી હતી તેમાંથી એક હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલ ની ચોરી કરી લઇ આવેલાની કબૂલાત પરેશકુમાર ઉર્ફે બાબરે કરતા ચોરીની મોટર સાયકલ સાથે હાલોલ તાલુકાના બાસ્કા ત્રન રસ્તા પાસેથી તે ઇસમની અટકાયત કરવામાં આવી હતી જ્યારે બીજી મોટર સાયકલની ચોરી આજથી છ મહિના અગાઉ ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૂરો અશોકભાઈ સોલંકી રહે. ઘનસરવાવ પીંગલી ફળિયું હાલોલ નાઓએ પોતાની ફોઈના ઘરે હાલોલ તાલુકાના બળીયાદેવ ગામે ગયેલ હતો તે વખતે પોતાની પાસે મોટર સાયકલ ન હોય અને પોતાને મોટર સાયકલની જરૂર હોય જેથી બળીયાદેવ ગામે રોડ પાસે એક મકાન હોય ત્યાં એક મોટર સાયકલ પાર્ક કરી મૂકી રાખેલી હતી જે મોટર સાયકલની ચોરી કરી લઇ આવેલાની કબૂલાત કરતા ભૂપેન્દ્રસિંહને ઘનસરવાવ ગામેથી ઝડપી પાડી બંને ઇસમોને પોલીસે ચોરીની બે મોટર સાયકલ જેની અંદાજે કિંમત ૬૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી હાલોલ રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલા મોટર સાયકલ નાં ચોરીના ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવામાં એલસીબી પોલીસે સફળતા મેળવી હતી.










