
તારીખ ૧૮/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે,વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીનીભાવના,સાહસિકતાનીખિલવણી થાય વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે વિદ્યાર્થી ઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુસર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ આયોજિત બાલમેળો આજ રોજ તા.૧૭/૮/૨૦૨૩ ને ગુરુવાર ના દિવસે સીઆરસી કો.ઓ દિપક ઉપાધ્યાય અને આચાર્ય શ્રી રમેશ પટેલ ના સયુંકત માર્ગદર્શન હેઠળ ધો ૧ થી ૫ નો બાલમેળો યોજવામાં આવ્યો હતો જેમા કાગળ કામ,ચિત્ર કામ,માટીકામ, એક પાત્ર અભિનય,બાળગીત, કાતર કામ,બાળવાર્તા,અને વિવિધ રમતો નું આયોજન શાળા ના શિક્ષકો નીતાબેન,ભારતી બેન અને જગદીશ ભાઈ દ્વારા કરીને સુંદર રીતે બાલમેળો પૂર્ણ કરવામાં આવ્યો હતો.જેમાં એસ.એમ.સી ના સભ્યો પણ હાજર રહીને બાળકો ને પ્રોસ્તાહિત કર્યા હતા.










