અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ, ઉર્જા વિભાગની આકરી કાર્યવાહી

રાજ્યમાં ઉર્જા વિભાગની ભરતી પરીક્ષામાં થયેલા કૌભાંડ મામલે ઉર્જા વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. થોડાક દિવસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 9 જેટલા નોકરિયાત ઉમેદવારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આજે ઉર્જા વિભાગના સંબંધિત મુખ્ય અધિકારીઓ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લીના 9 જેટલા નોકરિયાત ઉમેદવારોને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા છે. તથા અરવલ્લી જિલ્લાની 2 મહિલા ઉમેદવાર જે હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ્યા છે, તેમને પણ સસ્પેન્ડ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે, 10થી 12 લાખ રૂપિયાની રકમમાં ઉમેદવારની નોકરીનું સેટિંગ પાડવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી. સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ફક્ત 24 એજન્ટ આરોપીઓની ધરપકડ થઈ છે અને માત્ર 13 જ નોકરીએ લાગેલા ઉમેદવારોની ધરપકડ થઇ હતી. અંદાજે 200 જેટલા અન્ય સેટિંગબાજ ઉમેદવારો આ કૌભાંડમાં સામેલ હોવાનું મનાય છે.
સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ
અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી: ભાસ્કર ચૌધરી, ઈન્દ્રવદન પરમાર, ભરતસિંહ ઠાકોર, ઓવેશ મોહંમદ રફીક કાપડવાલા, નીશિકાંત સિન્હા, સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ, બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ
અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી: નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ









