
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૮.૨૦૨૩
હાલોલ તાલુકાના જેપુરા કેન્દ્રવર્તી શાળા માં સરકાર દ્વારા બેગલેસ દિવસની વાત નવી શિક્ષણ નીતિ માં કરવામાં આવેલ છે તેના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના બાળકો માટે બાળમેળાનું આયોજન શાળાના આચાર્ય અતુલકુમાર પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતી. જેમાં બાળકોએ રાખડી બનાવી , રંગપુરણી કરી, વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવી ,વિવિધ ટપકાં જોડી ચિત્રો નિર્માણ કર્યા, છાપાના કાગળમાંથી વિવિધ જાતની ટોપીઓ બનાવી ,આમ તમામ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આનંદ આવ્યો હતો.અને આ બાળ મેળામાં વિધાર્થીઓ આનંદ ભેર ભાગ લીધો હતો.
[wptube id="1252022"]