
શ્રી, અશોક કુમાર (IPS) પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા રાહુલ ત્રિપાઠી (IPS) પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબી નાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી પ્રોહિ-જુગારની પ્રવૃતિ અંકુશમાં લાવવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી, મોરબી નાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી,કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નસિલ હતા. દરમ્યાન એલ.સી.બી.મોરબીના Aડા જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા HC શકિતસિંહ ઝાલાને હકીકત મળેલ કે, જીતેશભાઇ લક્ષ્મણભાઇ આહિર રહે.નાગડાવાસ તા.જી.મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળા કે.કે.કોલ નામના કોલસાના ડેલાની ઓફીસની બાજુમાં આવેલ રસોડામાં બહારથી માણસો બોલાવી ગે.કા રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે.જે હકિકત આધારે મહેન્દ્રનગર ગામની સીમ, મોરબી માળીયા હાઇવેરોડ ઉપર હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૪,૭૪,૭૫૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ મોરબી સિટી બી ડિવી. પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ ભોચીયા પો.સબ.ઇન્સ. તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં








