GUJARATHALOLPANCHMAHAL

જાંબુઘોડા ખાતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષભેર કરવામાં આવી.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૧૫.૮.૨૦૨૩

દેશ આજે સ્વતંત્રતા તહેવારની ભારે જોશ સાથે ઉજવણી કરી રહ્યું છે.આજે ભારત 77મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. ત્યારે 77 માં સ્વતંત્રતા દિવસ નિમિતે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ પ્રાથમિક શાળા અને જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયત નાં યુવા સરપંચ જીતકુમાર દેસાઈ નાં વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં પંચમહાલ જીલ્લા ભાજપા મહામંત્રી મયંકકુમાર દેસાઈ,જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના સભ્યો,શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button