કાલોલ મધવાસ પાસે ક્રેટાગાડીમાં દારૂનાં બોક્સ ભરીજતાં ખેફિયાને સ્ટેટ મોનેટરીંગ સેલે કુલ રૂ.૭,૯૭,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.

તારીખ ૧૩/૦૮/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગોધરા હાલોલ હાઈવે પર આવેલ મધવાસ પાસે થી વહેલી સવારે એક ક્રેટાગાડી વિપુલ માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં પૂઠાંના બોક્સ માં ભરી જતો હોવાની સ્ટેટ મોડેલિંગ સેલને મળતી બાતમીના આધારે મધવાસ પાસે ભારતીય વિદેશી દારૂની હેરાફેરી કરવા જતાં ખેફિયાને દારૂ ભરેલ ક્રેટાગાડી સહિત દબોચી લીધો હતો.ગોધરા હાલોલ હાઈવે પર શનિવારની વહેલી સવારે હિંમસિંહ અમરસિંહ દેવડા (રહે.ધાસા જી.ઉદેપુર) જે ક્રેટા ગાડીમાં ગોધરા તરફથી હાલોલ ખાતે પૂઠાંનાં બોક્સ માં ભરી જવાતો ભારતીય બનાવટની નાની દારૂની બોટલ ભરી નીકળવાનો હોય અને તેનું પાયલોટિંગ થાર ગાડી સાથે ગોધરા હાલોલ હાઈવે પર થી પસાર થવાના છે. તેવી બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર નાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.એ.તાવીયાડ ને મળેલ બાતમીના આધારે તેમની ટીમ સાથે કાલોલ મધવાસ રોડ પર વોચ ગોઠવી દેવામાં આવતાં શનિવાર વહેલી સવારે ગોધરા હાલોલ હાઈવે પર આવેલ મધવાસ પાસે આવતાં ક્રેટા ગાડીને ઝડપી પાડી હતી.સ્ટેટ મોનેટરીંગ સેલે ગાડીની તપાસ હાથ ધરતા ગાડીમાંથી ભારતીય બનાવટનાં દારૂનાં મળેલ વિપુલ માત્રામાં પૂઠાના બોક્સમાં ભરેલા નાની બોટલો નંગ -૨,૯૨૮/- જેની કિંમત રૂ.૨,૯૨,૮૦૦/- તેમજ પકડાયેલ વાહન જેની કિંમત રૂ.૫,૦૦૦૦૦/- તેમજ ચાલકનો મોબાઈલ જેની કિંમત રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૭,૯૭,૮૦૦/- નો મુદામાલ સહિત ચાલક ને દબોચી લેવાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલે દ્વારા કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી સહિત ૬ વ્યક્તિઓ સામે ગુનો નોંધી સામેલ (૧) રાહુલ પટેલ (રહે.ધાસા જી.ઉદેપુર) (૨) ઉપેન્દ્ર ભેદી (રહે. ચાચકપુર જી. દાહોદ) (૩) મોહસીન મુસ્તાક શેખ (રહે. હાલોલ) (૪) પકડાયેલ ક્રેટા ગાડીનો માલીક (૫) મોહસીનનો માણસ સહિત સંડોવાયેલા આરોપીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.










