હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળો યોજાયો,મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૨.૮.૨૦૨૩
તા-12/08/2023 શનિવારના રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ(પ્રાથમિક વિભાગ માં) “વિજ્ઞાન મેળા” પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ધો-3 થી 8 ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ વિદ્યાર્થીઓ ના પોતાના નવા વિચારો અને નવી-નવી આધુનિક તકનીકો દ્વારા પૃથ્વી પર માનવ વિકાસ ને ઉપયોગી કેવી રીતે બનાવી શકીએ જેમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ નું શિક્ષણ આપતા શાળા ના દરેક શિક્ષકો પાસેથી આ બાળકો એ માર્ગદર્શન મેળવ્યું હતું.અને ગણિત/વિજ્ઞાન પ્રદર્શન અંગે પ્રોજેકટ તૈયાર કર્યા હતા.જેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શાળા મંડળ ના સભ્ય તેમજ હાલના કાર્યકારી સેક્રેટરી મુકુંદભાઈ દેસાઈ એ પોતાની હાજરી આપી અને દીપ-પ્રાગટ્ય કરી “વિજ્ઞાન મેળા” પ્રદર્શન ને ખુલ્લો મુક્યો હતો.આ પ્રસંગે વિયા.એમ.શાહ ગુજરાતી સ્કૂલના આચાર્ય હર્ષાબેન શુક્લ, વી.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્ય યશવંત શર્મા તેમજ તેમના સાયન્સ ફેકલ્ટી ઉપસ્થિત રહ્યા હતા અને આ વિજ્ઞાન મેળા ની શોભા વધારી હતી.અને અંતે આ વિજ્ઞાન મેળા માં બાળકો એ બનાવેલ કૃતિ ને પ્રોત્સાહિત કરી બાળકો ના આત્મવિશ્વાસ માં વધારો કરવા અને નિર્ણય કરવા માટે નિર્ણાયક તરીકે ભૂતપૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હાલોલ તેમજ હાલમાં મોટી ઉમરવાણ પ્રાથમિક શાળા ના આચાર્ય તરીકે ફરજ બજાવતા આકાશભાઈ પટેલ એ પોતાની હાજરી આપી શાળાના બાળકો તેમજ વિજ્ઞાન મેળા ના આયોજન કર્તા દરેક શિક્ષક ને શુભેચ્છાઓ પાઠવી હતી.










