
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ગણેશ નગરમાં રહેતા આધેડે તેની જ સોસાયટીમાં રહેતી માત્ર પાંચ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. પાંચ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી ત્યારે પોતાના ઘર પાસે લઈ ગયો હતો અને દાદર પર માસૂમ બાળકીના શરીર પર અડપલા કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. જેથી આખરે ભોગ બનનાર બાળકીના પરિવારે આધેડ સામે પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ પાંડેસરા વડોદ ગામમાં ગણેશનગરમાં બપોરના સમયે પાંચ વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન ગણેશ નગરમાં પ્લોટ નંબર 501માં રૂમ નંબર 28માં રહેતો 50 વર્ષીય વિનોદ રામજનમસિંગ કુશવાએ તેના પર દાનત બગાડી હતી. માસૂમ બાળકીપાસે આવી તેનો હાથ પકડી તેનું અપહરણ કરી પોતાના ઘર પાસે લઈ ગયો હતો.
વિનોદે માસૂમ બાળકીને દાદર પર ખુણામાં લઈ ગયાબાદ તેણી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બાળકીના પરિવારને તમામ હકીકતની જાણ થઈ હતી. જેથી તેઓએ વિનોદ સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે વિનોદ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ. એન.ટી. પુરાણી કરી રહ્યાં છે.










