GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના ભાદરોલી બુઝર્ગ ગામ ખાતે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું.

તારીખ ૧૧/૦૮/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
માતૃભૂમિને વંદન અને દેશના સપૂતોને શ્રદ્ધાંજલિ આપવા હેતુસર”મારી માટી મારો દેશ”અભિયાન અંતર્ગત ભાદરોલી ગામ ખાતે શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ હાથમાં માટી લઈ રાષ્ટ્રની અખંડિતતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારબાદ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોબે.ડી.વાય.એસ.પી.મિત્તલ સાકરીયા,કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.ડી.તરાલ,તાલુકા પંચાયત સભ્ય કિરણભાઈ બેલદાર,સરપંચ ભૂમિકાબેન, તલાટી કમ મંત્રી,આરોગ્ય કર્મચારી ગણ, શિક્ષકગણ,ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









