
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૯.૮.૨૦૨૩
હાલોલ નગર સહિત તાલુકા પંથકમાં આદિવાસી સમાજના લોકો દ્વારા બુધવારના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો સાથે હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણ માં કરવામાં આવી હતી.જેમાં વિશ્વના આદિવાસી સમુદાયના લોકો નાં ઉત્થાન અને ઉન્નતી માટે તેમજ સમગ્ર વિશ્વમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુ ને લઇ ને ૧૯૯૪થી યુનાઈટેડ નેશન દ્વારા ૯મી ઓગસ્ટના દિવસને સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે જાહેર કરી સમગ્ર વિશ્વભરમાં ૯મી ઓગસ્ટના રોજ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેમાં ૯મી ઓગસ્ટ બુધવારના રોજ સમગ્ર વિશ્વ સહિત ભારત ભરમાં અને ગુજરાત ખાતે પણ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.જેને અનુલક્ષીને હાલોલ પંથકના આદિવાસી સમુદાય દ્વારા પણ બુધવારના રોજ વિવિધ કાર્યક્રમો થકી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાલોલ પંથકના આદિવાસી સમાજના લોકો બુધવાર નાં રોજ પોતાના પારંપારિક વેશભૂષા અને પોશાક ધારણ કરી હાથમાં તીર કાંમઠા તલવાર સહિત નાં આદિવાસી શસ્ત્રો સાથે હાલોલ નગર પાલીકાના કોમ્યુનિટી હોલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વિશાળ રેલી યોજાઇ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી.આ પ્રસંગે આદિવાસી સમાજના અગ્રણીઓ તેમજ કંજરી સ્ટેટ યુવરાજ અને સહકારી સંઘના ડિરેક્ટર મયૂરધ્વજસિંહજી પરમાર તેમજ વિવિધ રાજકીય અગ્રણીઓ અને આદિવાસી સમાજના લોકો આ ઉજવણી માં જોડાયા હતા.











