KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત રેલીનું આયોજન કરાયું

તારીખ ૦૯/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

આદિવાસી લોકોના હકોનું સં૨ક્ષણ અને તેને વાચા આપવા માટે સમગ્ર વિશ્વમાં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૨૩ ડિસેમ્બર ૧૯૯૪ ના રોજ યુનાઈટેડ નેશન્સની જન૨લ એસેમ્બલીમાં ૯ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. આ અગાઉ ૧૯૯૦માં યુનાઈટેડ નેશન્સની મહાસભા દ્વારા ૧૯૯૩ ના વર્ષને આંત૨રાષ્ટ્રીય આદિવાસી વર્ષ જાહે૨ ક૨વામાં આવ્યું હતું જે અંતર્ગત આજરોજ તારીખ ૦૯/૦૮/૨૦૨૩ ને બુધવારે કાલોલ તાલુકાની પ્રાથમિક કુમાર શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી તેમજ મારી માટી મારો દેશ અંતર્ગત રેલીનું આયોજન કરાયું હતું જેમાં સી.આર.સી.સીઓ ની અધ્યક્ષતામાં શાળાના આચાર્ય, સ્ટાફ ગણ અને તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.જેમાં તાલુકા પંચાયત કચેરી કાલોલ ખાતેથી રેલીની શરૂઆત કરી નગરમાં ભ્રમણ કરી કાલોલ તાલુકાની પ્રાથમિક કુમાર શાળા ખાતે પરત આવી પહોંચી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button