
રિપોર્ટર . કાદીર દાઢી.હાલોલ
તા.૮.૮.૨૦૨૩
હાલોલ નગરનાં જ્યોતિ સર્કલ પાસે પાવાગઢ બાયપાસ રોડ પર એક કારનો અકસ્માત સર્જાયો હતો.કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ધડાકાભેર બ્રિજની દિવાલ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ વડોદરા થી પાવાગઢ ફરવા માટે આવ્યા હતા અને પાવાગઢ થી પરત ફરતા તેઓનો અકસ્માત સર્જાયો હતો.જો કે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકટોળા ઉમટયા હતા.અને સદ નસીબે કારમાં સવાર તમામ વ્યક્તિઓને ઇજાઓ ન પહોંચવા પામતા સદનસિબે મોટી જાનહાની ટળી હતી.જોકે ધડાકાભેર કાર બ્રિજ સાથે અથડાતા કારને મોટું નુકસાન થવા પામ્યું હતું.
[wptube id="1252022"]