GUJARATMORBI

મોરબી: મિત્રતા દિવસની ઉજવણી સાથે રચનાત્મક સંકલ્પો કરતી બાળાઓ.

મોરબી: મિત્રતા દિવસની ઉજવણી સાથે રચનાત્મક સંકલ્પો કરતી બાળાઓ.

આજે દેશ સહિત દુનિયાભરમાં આંતર રાષ્ટ્રીય મિત્રતા દિવસ ઉજવાય રહયો છે. ત્યારે મોરબીની આત્મીયતાના બંધનથી બંધાયેલ અને અને ખરા અર્થમાં મિત્રતાની વ્યાખ્યાને ચરિતાર્થ કરતી બાળાઓ એન્જલ વ્યાસ, આઘ્યા વ્યાસ, જીયા રાવ, નિયતિ ચૌહાણ, આરૂષ વ્યાસ સહિતના બાળ મિત્રોએ એક મેકને મળી મિત્રતા દિવસની ઉજવણી કરવા સાથે તમામે સાથે મળી સમાજનું ઋણ અદા કરવા અને અન્ય બાળમિત્રોને ઉપયોગી થવાના સંકલ્પો કર્યાં હતાં.
પોતાની આસપાસના જરૂરતમંદ નાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા, બાળકોને શિક્ષણ લેવા પ્રેરીત કરવા, અન્ય બાળકોનો સ્વાથ્ય બાબતે જાગૃત કરવા, પોતાના ઘર,શેરી, વિસ્તારના સફાઈ પ્રત્યે જાગૃત કરવા, બિનજરૂરી મોબાઈલનો ઉપયોગ ટાળવા, પરંપરાગત રમતોમાં રુચિ કેળવવા પ્રેરિત કરવા, માતા પિતા ગુરૂ સહિત વડીલોને સન્માન આપવા સાથે તેમની શીખ, અનુભવો જીવનમાં ઉતારવા અને વિશ્વની મહાસત્તા અને ગુરુ બનવા જઇ રહેલ મહાન હિંદુરાષ્ટ્ર એવા આ દેશ, ભારતમાતાના ચરણોમાં રહી સદા દેશ હિતના કાર્યોમાં ભગીરથ સહિયોગ ના આપી સકીઓ તો ખિસકોલી સમી ભૂમિકા અદા કરી માં ભારતી અને રાષ્ટ્રનું ઋણ અદા કરવા તૈયાર રહેવું.

ભૂલકાઓ એ આ દેશનું ભવિષ્ય છે. અને આ ઉમરમાં આ બાળકોના અન્ય બાળકોથી માંડી રાષ્ટ્રને ઉપયોગી થવાના બાળકોના આ સંકલ્પો જોઈ વડીલો પણ ગદગદીત થઇ ગયા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button