
જેતપુરમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાની ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના નાગપુર પંથકની મહિલા તેના પરિવાર સાથે દેસાઈ વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. મળતા અહેવાલ પ્રમાણે આ શખ્સે પોતાના સગા ભાણેજ સાથે દુષ્કૃત્ય કર્યું હતું, જે સાંભળીને મહિલાના હોશ ઉડી ગયા હતા અને પોતાના પતિ વિરુદ્ધ સખ્ત પગલાં લીધા હતા.
જેતપુરમાં સગા માસાએ ભાણેજ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. સગો માસો છેલ્લા બે મહિનાથી સગીર પર ખરાબ દાનત રાખીને સતત તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. આ અંગે દેસાઈ વાડી વિસ્તારમાં રહેતા મહારાષ્ટ્રના નાગપુર પંથકની મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જે બાદ જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી વિકૃત શખ્સની ઘરપકડ કરી હતી.

[wptube id="1252022"]




