મોરબી: રવાપર ચોકડીએ ફ્લેટમાં જુગાર રમતાં ૬ ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, રવાપર ચોકડી નજીક આવેલ દર્શન એપાર્ટમેન્ટના ફ્લેટમાં ઉપેન્દ્રભાઈ નથુભાઈ સરડવાના ફ્લેટમાં જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી ઉપેન્દ્રભાઇ નથુભાઇ સરડવા, મોહીતભાઇ કાંતીભાઇ કાસુન્દ્રા, ચંદુલાલ રતિલાલ બરાસર, પ્રાણજીવનભાઇ કાનજીભાઇ ફુલતરીયા, વલમજીભાઇ મોહનભાઇ માકાસણા અને નાગજીભાઇ હરીભાઇ ફુલતરીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 89,100 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]