
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૩
રોટરી ક્લબ હાલોલ નો તૃતીય શપથવિધિ સમારંભ ગુરુવાર તારીખ 3 ઓગસ્ટ 2023 ના રોજ ધ્વનિત બેંકવેટ હોલ હાલોલ ખાતે મુખ્ય મહેમાન ધારાસભ્ય તથા ભૂતપૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમાર ની ઉપસ્થિતિમાં દબદબા ભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.સતત ત્રીજા વર્ષ માટે ક્લબ દ્વારા સર્વ સંમતિથી નિયુક્ત કરાયેલ પ્રમુખ પ્રદીપભાઈ પરીખ તથા મંત્રી હાર્દિકભાઈ જોષીપુરા અને તેમની કાર્યકારિણીને પૂર્વનિર્ધારિત શપથવિધિ પુરોહિત ડિસ્ટ્રીક 3040 ના સિનિયર લીડર, ઇન્દોર થી પધારેલ રોટે.સરજીવ પટેલ દ્વારા ઇન્સ્ટોલેશન કરાવવામાં આવ્યું હતું.પ્રમુખ પ્રદીપભાઈ તથા મંત્રી હાર્દિકભાઈએ પોતપોતાના પ્રસંગીક ઉદબોધનમાં ક્લબની ગત બે વર્ષની કામગીરી રજૂ કરી ક્લબના સભ્યો તથા અન્ય દાતાઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો .માત્ર બે વર્ષ જૂની કલબને તેની ઉત્કૃષ્ટ સમાજસેવી પ્રોજેક્ટ્સ/ પ્રવૃત્તિઓ બદલ 115 કલબ ના બનેલા ડીસ્ટ્રીક 3040 માં પ્રથમ વર્ષે 3 તથા બીજા વર્ષે 12 એવોર્ડ/સન્માનથી નવાજવામાં આવ્યા હતા.આ પ્રસંગે ક્લબ દ્વારા આ વર્ષના સેવા કાર્યોની શરૂઆત રૂપે બે અપંગ વ્યક્તિને મુખ્ય મહેમાન જયદ્રથસિંહજી પરમાર ના હસ્તે વીલ ચેર ભેટ આપવામાં આવી હતી .તેમજ બે પોલીસ અધિકારી અને 31 ડોક્ટરસ નું તેઓની સામાજિક સેવાઓની કદરરૂપે પુષ્પગુચ્છ તથા સન્માનપત્ર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.મુખ્ય મહેમાન જયદ્રથસિંહજી પરમારે પોતાના વક્તવ્યમાં કામગીરીને બિરદાવીને જ્યારે પણ જરૂર પડે પોતાના સંપૂર્ણ સહયોગની લાગણી દર્શાવી હતી.સમારંભમાં ક્લબના સભ્યો તેમના પરિવારજનો ડોક્ટર્સ તથા મીડિયાના પ્રતિનિધિઓએ હાજરી આપી અને અંતમાં સભ્ય પલ્લવીબેન શાહે આભારવિધિ વ્યક્ત કરી સ્વાદિષ્ટ સમૂહ ભોજનનો આનંદ માણી સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં હાલોલ નગરની સંસ્થાઓના આમંત્રિત પ્રતિનિધિઓ ઉપરાંત આસપાસની અન્ય રોટરી ક્લબ્સ ગોધરા, દાહોદ, લુણાવાડા, ગરબાડા, ડેરોલ સ્ટેશન વિગેરે ક્લબોમાંથી પ્રમુખ, મંત્રી સહિત આસિસ્ટન્ટ ગવર્નર રમેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.