તા.૩/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કુટર ઇન્ડિયા પ્રા. લી.ની રાજકોટ શહેર અને આસપાસની જુદીજુદી ડીલરશીપ માટે તા.૦૫.૦૮.૨૦૨૩, શનિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યે આજી ડેમ પાસે આવેલ ગવર્નમેન્ટ આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત કંપનીમાં કસ્ટમર રીલેશનશીપ એક્ઝીક્યુટીવ (ભાઈઓ તથા બહેનો માટે), ટેકનીશ્યન, સર્વિસ એડવાઈઝર, ફ્લોર સુપરવાઈઝરની જગ્યા માટે આઈ.ટી.આઈ. ટ્રેડમાં ટુ વ્હીલર ઓટો રીપેરર, ટુ એન્ડ થ્રી વ્હીલર ઓટો રીપેરર, ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, COPA જેવા કોર્ષમાં કોઈ પણ વર્ષ પાસ આઉટ અનુભવી તથા બિન-અનુભવી ઉમેદવારો તથા વર્ષ-૨૦૨૩માં પરીક્ષા આપેલ હોય તેવા ફ્રેશર ઉમેદવારો પણ ભાગ લઈ શકશે. ઉમેદવારોને કંપનીના નિયમો મુજબ આકર્ષક પગાર તથા અન્ય સુવિધાઓનો લાભ મળશે.
આ ભરતી મેળામાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ ધોરણ ૮/૯/૧૦ ની માર્કશીટ, આઈ.ટી.આઈ.ની તમામ માર્કશીટ, આધારકાર્ડ, પાસપોર્ટ ફોટોગ્રાફ્સ, બાયોડેટા અથવા રિઝયુમ સહિતના ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાનાં રહેશે. કંપનીની ડીલરશીપ દ્વારા રજીસ્ટ્રેશન, લેખિત પરિક્ષા, મૌખિક ઈન્ટરવ્યુ દ્વારા સ્ક્રીનીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે આઈ.ટી.આઈ. રાજકોટમાં પ્લેસમેન્ટ વિભાગનો સંપર્ક કરવા આઈ.ટી.આઈ.નાં આચાર્યશ્રી સાગર રાડિયાની યાદીમાં જણાવાયું છે.