BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જિલ્લામાં મતદાન મથક પુર્ન ગઠન –પ્રાથમિક પ્રસિદ્ધી.

 

 

 

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૩/૦૮/૨૦૨૩

ભરૂચ : મતદાન મથકોના પુનર્ગઠનની પ્રાથમિક સુધારા દરખાસ્ત અન્વયે ભરૂચ જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોના આગેવાનો સાથે માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, ભરૂચની અધ્યક્ષતામાં આજરોજ બેઠક યોજાઈ હતી. જેમાં પદાધિકારીઓને સલાહ-સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યોના પ્રતિનિધિ પણ હાજર રહ્યા હતા.

 

કુલ ૨૮ મતદાન મથકો મર્જ થયા છે. જેમાં ૧૫૦-જંબુસરના ૦૮ ૧૫૨- ઝઘડિયાના ૦૮ ,૧૫૪-અંકલેશ્વરના ૧૨ એમ કુલ ૨૮ મતદાન મથકો મર્જ થાય છે. એક નવું મતદાન મથક અંકલેશ્વર ખાતે દરખાસ્ત કરી હતી.જે નવું મતદાન ઉભું કરવામાં આવ્યું છે. કુલ ૨૭ જર્જરિત મતદાન મથકો શિફ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૧૫૦-જંબુસરના ૧૩, ૧૫૧- વાગરાના ૦૪, ૧૫૨- ઝઘડિયાના ૦૯ ,૧૫૩-ભરૂચના ૦૧ નો સમાવેશ થાય છે.૧૫૪- અંકલેશ્વરમાં ૦૨ મતદાન મથકોના સેકશન ટ્રાન્સફર કરાયા છે.

 

આમ, ભરૂચ જિલ્લામાં મતદાન મથક પુર્ન ગઠન –પ્રાથમિક પ્રસિદ્ધી બાદ કુલ ૧૩૩૧ મતદાન મથકોની સંખ્યા છે તેમ જિલ્લા ચૂંટણી શાખા તરફથી મળેલ અહેવાલ છે.

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button