
૩ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાં એચ .એલ .પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સાઇબર ક્રાઇમ ની જાગૃતિ લાવવા માટે ભાયાવદર પોલીસ સ્ટેશન દ્વારા સેમીનાર નું આયોજન કરવામાં આવેલ હતું એચ .એલ .પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ. ઇન્સ્પેક્ટર આર.વી.ભીમાણી સાહેબના માર્ગદર્શન હેઠળ જમાદાર જયેશભાઈ રાજપરા તેમજ દેવરખીભાઈ બારીયા એ પી.પી.ટી.ના માધ્યમથી પ્રોજેક્ટર દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિની ઓને વિગત વાર માહિતી આપેલ અને સાયબર ક્રાઇમ કઈ રીતે રોકી શકાય તે અંગે વિગતવાર માહિતી આપી..અને આ સાઇબર ક્રાઇમ સેમિનાર માં કોલેજના આચાર્ય ડૉ.એમ.સૌવસાની સાહેબ તથા વી.વી.સુતરીયા સાહેબ તથા જી.કે. પ્લાસ સાહેબ .તથા ડો. માયાંવશી તથા નીરજ માકડિયા તથા મયુરભાઈ ટાટમિયા વિગેરે કોલેજના પ્રોફેસર સાહેબો હાજર રહેલા હતા. તેમજ ભાયાવદર પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ તાવિય તથા અરવિંદભાઈ સકાળીયા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ મધુબેન વિગેરે ભાયાવદર પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો.





