JETPURRAJKOT

રાજકોટ જિલ્લાના તમામ હેલ્થ સેન્ટરોએ સાઇકલ રેલી યોજી વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરી

તા.૪ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આજરોજ ‘‘વિશ્વ સાઇકલ દિવસ’’ નિમિત્તે જિલ્લા પંચાયત રાજકોટ ખાતે તેમજ રાજકોટ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે સાયકલ રેલી યોજી ‘‘વિશ્વ સાયકલ દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. જેને સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ રાઠોડે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવી હતી. અને સર્વે આરોગ્ય કર્મીઓએ “સાયકલ ફોર હેલ્થ”નો સંદેશ સમાજને આપ્યો હતો.

આ સાઈકલ રેલીમાં લોધીકા- પડધરી વિસ્તારના બાળકો પણ જોડાયા હતા. અને બિનચેપી રોગોથી મુક્તિ, સાયકલ ચાલનથી રહીએ સ્વસ્થ, નીરોગી જીવન- નિરામય જીવન જેવા બેનર સાથે સુત્રોચ્ચાર કરી લોકજાગૃતિનો પ્રયાસ કર્યો હતો.

આ રેલીમાં એ.ડી.એચ.ઓ., એન.સી.ડી. પ્રોગ્રામ ઓફિસર, ડીઆઇ.ઈ.સી.ઓ તથા આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button