તા.૨/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતેની પેથોલોજી, માઇક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની તમામ લેબોરેટરીઝનું તાજેતરમાં નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા એસેસમેન્ટ થયું હતું.
એન.એ.બી.એલ. દ્વારા તેમના રાષ્ટ્રીય સ્તરના એસેસર્સ દ્વારા પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટની મુલાકાત લઈને તમામ લેબોરેટરીનું ઇન્સ્પેક્શન તેમજ ચેકીંગ એન.એ.બી.એલ.ના રાષ્ટ્રીય સ્તરનાં ધોરણ મુજબ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલ, ૨૦૧૪થી NABL એક્રીડીટેડ છે તથા NABL માન્યતા મેળવેલ લેબનાં રીપોર્ટસ સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે. આ કામગીરી માટે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ ત્રિવેદી દ્વારા સ્ટાફે સહયોગ પૂરો પાડ્યો હતો. તેમ, તબીબી અધિક્ષકશ્રી પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયુ છે.
[wptube id="1252022"]