GUJARATJETPURRAJKOT

જેતપુર સબજેલના ૭ કેદીઓની સબજેલર દ્વારા જીલા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરાતા ૧૮ કેદીઓ બદલીના વિરોધમાં ઉતરી ગયા

તા.૨/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

એક કેદીએ ફિનાઇલ ગટગટાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર બાદ ફરી જેલમાં

જેતપુર સબજેલના ૭ કેદીઓની સબજેલર દ્વારા જીલા મધ્યસ્થ જેલ ખાતે બદલી કરાવતા જેલમાં રહેલ તમામ ૧૮ કેદીઓ બદલીના વિરોધમાં અનશન પર ઉતરી ગયા હતાં. જેમાંથી એક કેદીએ ફીનાઇલ પિય લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. બાદમાં તમામ સાત કેદીઓને પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં.

જેતપુર શહેરના ખોડપરા વિસ્તારમાં આવેલ સબજેલમાં કાચા કામના કેદી સાત જેટલાં કેદીઓની જેલ બદલી થતાં કેટલાક કેદીઓએ તેમને મધ્યસ્થ જેલ લઈ જતી વખતે પોલીસમાં વાનમાં અંદર લોખંડની સીટ સાથે માથું ટંકારવી હંગામો કર્યો હતો. આ અંગે સબજેલર ઝાકીર દેસાઈને પૂછતાં તેમણે જણાવેલ કે, કેદીઓ અંદરોઅંદર ઝઘડતા એટલે સાત જેટલા કેદીઓની જેલ બદલી કરી નાખવામાં આવી છે.

જ્યારે જેલ બદલી થયેલ સાત કેદીઓમાંથી મુનો પટોડીયા નામના કેદીએ તેની જેલ બદલીના વિરોધમાં ફીનાઇલ પિય લેતા તેને સારવાર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાં હોસ્પિટલ ખાતે ફીનાઇલ પીવાના કારણ અંગે મુનાને પૂછતાં તેણે જણાવેલ કે, સબજેલરે અમો અંદરો અંદર ઝઘડીએ છીએ તેવા ખોટો રિપોર્ટ કરી અમારી જેલ બદલી કરાવી નાંખી છે. સબજેલની ૩૩ કેદીઓની સમાવવાની ક્ષમતા છે અને હાલ ૧૮ જેટલાં જ કેદી સબજેલમાં કાચા કામના કેદી તરીકે રહેલ છે. તેમ છતાં સાત કેદીઓની બદલી કરતા તમામ ૧૮ કેદીઓ સોમવારના અનશન પર છે. અને તે અંગે અમોએ જેલ અધિકારીને જજને જાણ હેતુસર પત્ર પણ લખીને આપ્યો હતો. તેમ છતાં સબ જેલર દ્વારા પત્ર જજને આપ્યો જ નથી.

ફીનાઇલ પીનાર મુનાને સારવાર બાદ પરત સબજેલ ખાતે લઈ જવામાં આવ્યો. અને સબજેલ ખાતે સખત પોલીસ જાપ્તા સાથે કેદીઓની મધ્યસ્થ જેલ ખાતે લઈ જવા માટે કેદીઓને બેરેકમાંથી બહાર કાઢતાં કેટલાક કેદીઓ જવા તૈયાર ન થતાં તેઓને પોલીસ દ્વારા ટીંગટોળી કરીને પોલીસ વેનમાં બેસાડ્યા. જેથી આ કેદીઓ બસમાં લોખંડની ખુરશી સાથે માથું ટકારવવા લાગ્યાં હતા. પરંતુ પોલીસ સાતેય કેદીઓને લઈને નીકળી ગઈ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button