
આમ આદમી પાર્ટી દ્વારા ખાડા માં ગરકાવ થઈ ગયેલ મોરબી માટે ખાડા માં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ
મોરબી જિલ્લા પંથકમાં વિકાસ વિકાસ ની વાતો કરનાર શાસન પક્ષ સામે આમ આદમી પાર્ટી એ વિકાસના માર્ગ માર્ગમાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ પ્રદર્શન કરી વિકાસની વાતો કરનાર શાસન પક્ષની વિકાસ માર્ગો પર વૃક્ષો નું વાવેતર કરી આવનાર ચૂંટણીમાં મતદાર ભાજપ પ્રજાની પીડા ના શાસન પક્ષના નેતાઓને ફળ મળે તેવા પ્રયાસો સ્વરૂપે વિરોધ પ્રદર્શન કર્યું હોય તેમ જાહેર માર્ગો પર ખાડામાં વૃક્ષ વાવી નિષ્ક્રિય રહેલી શાસન પક્ષની નેતાગીરી સાથે નિષ્ફળ રહેલા જિલ્લા કક્ષાના અધિકારીઓ ની નબળી કામગીરી નબળી નેતાગીરી નું વૃક્ષ આમ આદમી પાર્ટી એ જાહેર માર્ગો પર વાવી પ્રજાહિત કામગીરીમાં નિષ્ફળ રહેલા નેતાઓ સામે વિરોધ નોંધાવ્યો છે જેમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા ચોમાસા ના લીધે આખું મોરબી શહેર ખાડામાં ગરકાવ થઈ ગયું છે છતાં પણ તંત્ર અને નગરપાલિકા સૂઈ રહી છે જેની આંખ ઉઘાડવા માટે જ્યાં મોટા ખાડાઓ પડી ગયા છે અને રોજ જ્યાં લોકો બાઈક પરથી પડી જાય છે જેનો વિરોધ દર્શાવવા ખાડામાં વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના તમામ હોદેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ સમયે સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને જો સમયસર સમસ્યાનો નિકાલ ન થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે વિકાસના માર્ગો પર વૃક્ષારોપણ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓ તસવીરમાં દ્રશ્યપંચ થાય છે