પાવાગઢ-સ્ટેટ મોનિંટરીંગ સેલનો સપાટો,ખેતરોમાં સંતાડી રાખેલો વિદેશી દારુનાં જથ્થા સાથે બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૮.૭.૨૦૨૩
પાવાગઢ માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી રેડ માં મોટા પ્રમાણ માં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.આજે બપોરે વિજિલન્સ ની ટીમે સોલંકી ગેસ્ટ હાઉસ માં છાપો મારી આજુબાજુ ના ખેતરો માં સંતાડી રાખેલો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂના જથ્થા સાથે બે ઈસમો,બે સ્કુટરો અને એક કાર ઝડપાઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આજે બપોરે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમે પાવાગઢ તળેટી માં આવેલ રાજુ બુટલેગર ના ગેસ્ટ હાઉસે છાપો મારી આજુ બાજુ ના ખેતરો માં સંતાડી રાખેલો વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ નો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટીમે બુટલેગર ના ગેસ્ટ હાઉસ માં પાર્ક કરેલી વર્ના કાર માંથી અને અન્ય બે બર્ગમેન સ્કૂટર માંથી પણ દારૂ નો જથ્થો મળી આવ્યો છે.વર્ના કાર માં આઇસ બોક્સ સાથે દારૂ ની બોટલ અને બિયર નો ઠંડો જથ્થો ઝડપાતા કાર ને કાળી ફિલ્મ કરી કાર માં હરતું ફરતું સ્ટેન્ડ આ બુટલેગર ચલાવી રહ્યો હોવાનું જાણી વિજિલન્સ ના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.યાત્રાધામ માં ધમધમતા વિદેશી દારૂના સ્ટેન્ડ ઉપર વિજિલન્સ ની રેડ થતા હાલોલ તાલુકાના અનેક બુટલેગરો માં ફફડાટ ફેલાયો હતો. વિઝીલનસ ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરી દારૂ નો જથ્થો એકત્ર કરાઈ રહ્યો છે. હાલ આ દારૂના જથ્થા સાથે બે ઈસમો વિશાલ કુમાર પંડ્યા રહે. શિવરાજપૂર અને રાકેશ ઉર્ફે પિન્ટુ દિલીપસિંહ સોલંકીની અટક કરવામાં આવી છે. અને મુખ્ય સૂત્રધાર રાજુ બુટલેગર હાથ લાગ્યો ન હતો. વિજિલન્સ ના અધિકારીએ દારૂ નો જથ્થો પકડી ગણતરી કરી પાવાગઢ પોલીસ મથકે સોંપવાની કામગીરી શરૂ કરી છે.










