GUJARATJETPURRAJKOTUncategorized
જેતપુરમાં નગરપાલિકાએ રસ્તાઓનું કામ ન કરતા રોશની વિભાગનો ટેમ્પો થયો કીચડમાં લથપથ

તા.૨૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 09માં જૂનાગઢ રોડ પર આવેલા દાતારનગર વિસ્તારના લોકો દ્વારા રસ્તાઓ બનાવવા માટે અનેક રજૂઆતો લેખિત, મૌખિક અને નગરપાલિકાના ઈમેલ ઉપર પણ વારંવાર કરવા આવી હોય છતાં પણ જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા રસ્તાઓ ન બનાવવામાં આવતા, અંતે રોશની વિભાગનું જ વાહન કીચડમાં ફસાયું. રોશની વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાનું કામ કરવા આવતા વાહન ફસાતા ભારે દુવિધામાં મુકાયા હતા.


[wptube id="1252022"]








