
રીપોર્ટર આસીફ શેખ લુણાવાડા
હક્ક ચાર યાર કમિટી લુણાવાડા તરફ થી ચોપડા અને પેન્સિલ કીટ વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ તારીખ ૨૬/૦૭/૨૦૨૩ હક્ક ચાર યાર કમિટી લુણાવાડા તરફ થી મોહરમ ના તહેવાર નિમિત્તે લુણાવાડાની 1. ડો પોલન સ્કૂલ, 2.મદની પ્રાથમિક શાળા, 3.બ્રાંચ શાળા નંબર ૫ તેમજ 4 સર્વોદય પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ ના વિદ્યાથીઓને ચોપડા અને પેન્સિલ કીટ આપી ને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધારવામાં આવ્યું. જેમાં હક્ક ચાર યાર કમિટી તરફ થી હાફિઝ રિયાઝ અશરફી, મોહમ્મદ મિર્ઝા, યુસુફખાન પઠાણ અને હક્ક ચાર યાર કમિટી ના દરેક મેમ્બર્સએ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈ ને શાળાનાં બાળકોનું પ્રોત્સાહન વધાવ્યું. હક્ક ચાર યાર કમિટી ને દરેક શાળાનાં આચાર્યનો ખૂબ જ સારો સહકાર મળ્યો.
[wptube id="1252022"]