
વાંકાનેર શિક્ષણ જગતમાં શિક્ષક બદલી અરજીમાં વધુ એક ગોટાળો
નોકરી દરમ્યાન શિક્ષકો એક જ વખત જિલ્લાફેર અરજી કરી શકે છતાં વર્ષ-2015 માં કચ્છમાંથી બદલીને આવેલા શિક્ષિકાની ફરીવાર રાજકોટ કોર્પોરેશનમાં કરેલ અરજી માન્ય રાખતા મોરબીના અધિકારીઓ

મોરબી જિલ્લાનું વાંકાનેર ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયો હોય એમ દિન પ્રતિદિન એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે,અમોને મળતી વિગત મુજબ હાલ શિક્ષકોના બદલી કેમ્પ ચાલી રહ્યા છે,ઓનલાઈન બદલી કેમ્પ પૂર્ણ થતાં જિલ્લાફેર બદલીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલ છે અને જિલ્લાવાર સિનિયોરિટી લિસ્ટ બહાર પડેલ છે,જેમાં અમને ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થયેલ છે,રાજકોટ કોર્પોરેશનનું બદલીના સિનિયોરિટી લિસ્ટના પેજ નંબર – 14 ના પ્રાથમિક વિભાગની પ્રતીક્ષા યાદીના ક્રમ નંબર:- 25 પર રહેલી યાદી મુજબ વાંકાનેર તાલુકાના જલીડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેન વર્ષ:-2015 માં કચ્છ જિલ્લામાંથી બદલીને મોરબી જિલ્લામાં આવેલ છે,નોકરી દરમ્યાન શિક્ષકો એક જ વખત જિલ્લાફેર બદલી કરી શકે છતાં આ બહેને અરજી કેવી રીતે કરી?અરજી કરી તો તાલુકા શાળાના આચાર્યે અનેક જાતના પ્રમાણપત્રો કેમ આપ્યા? ચલો તાલુકા શાળા આચાર્યે અરજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને અરજી મોકલી આ અરજીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વિસ જગ્યાએ સહી-સિક્કા આવે એ સહીઓ કેવી રીતે?કયા ભાવે થઈ? અરજી તાલુકામાંથી જિલ્લામાં આવે જિલ્લામાં બદલીનું ટેબલ સંભળતા વ્યક્તિ ઝીણામાં ઝીણી માહિતી જોવા માટે જાણીતા છે તો એમને પણ આ કેમ ન જોયું બદલીની અરજીમાં બધી જ વિગતો આવે છે ખાતામાં દાખલ તારીખ, આ જિલ્લામાં દાખલ તારીખ,આ શાળામાં દાખલ તારીખ તો બધી વિગતો ચકાસ્યા વગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ અરજી રાજકોટ કેમ મોકલાવી?એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, જે થયું તે થયું પણ જિલ્લાફેર બદલી એક જ વખત થાય અને બીજી વખત અરજી પણ ન કરી શકે છતાં અરજી રાજકોટ કોર્પોરેશનમાં પહોંચી ગઈ અને પ્રતિક્ષા યાદીમાં નામ પચીસમાં ક્રમે આવી ગયું અને રાજકોટ પ્રોપરની શાળામાં બદલી પણ થઈ જશે, ભ્રષ્ટાચારીઓએ સરકાર દ્વારા બનાવેલા નિયમોનો ઉલાળ્યો કરીને બદલીનો લાભ આપવા માટે મથામણ થયેલ છે.








