GUJARATMALIYA (Miyana)MORBIUncategorized
મોરબી:મહેન્દ્રનગર ગામના પાટિયા પાસેથી એસ.ઓ.જી. પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપી લીધો ..

મોરબી:મહેન્દ્રનગર ગામના પાટિયા પાસેથી એસ.ઓ.જી. પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપી લીધો ..

મોરબી એસ.ઓ.જી.પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમયે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર મહેન્દ્રનગર ગામના પાટીયા નજીક શીવ કોમ્પ્લેક્ષ સામે રોડ ઉપર આરોપી કુલદિપસિંહ કિશોરસિંહ જાડેજા દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે વિહરી રહ્યો છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી કુલદિપસિંહ રૂપિયા ૧૦,૦૦૦ની કિમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

[wptube id="1252022"]








