NATIONAL

આરબીઆઈ દ્વારા બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સમયાંતરે બેંકો અને ખાતાધારકો માટે નવા નવા નિયમો બનાવવામાં આવે છે અને તેની સાથે તેમને અનેક પ્રકારની સૂચનાઓ પણ આપવામાં આવે છે. આવો જ એક મહત્ત્વનો નિર્ણય RBIએ નિર્ણય લીધો છે. આરબીઆઈ દ્વારા સહકારી બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રિઝર્વ બેંકે આ નિર્ણય બેંગલુરુમાં આવેલી નેશનલ કો-ઓપરેટિવ બેંકને ધ્યાનમાં રાખીને લીધો છે અને આરબીઆઈ દ્વારા બેંકની નાણાંકીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ પગલું ભર્યું છે. નેશનલ કો-ઓપરેટિવ બેંકની કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં 13 શાખાઓ છે. આ સાથે સાથે જ બેન્ક કોઈ નવી લોન આપી શકશે નહીં કે કેન્દ્રીય બેન્કની પરવાનગી વિના નવી થાપણો પણ સ્વીકારી શકશે નહીં. આરબીઆઈએ 24મી જુલાઈ 2023ના રોજ બિઝનેસ બંધ થયાના 6 મહિનાના સમયગાળા માટે નેશનલ કો-ઓપરેટિવ બેંક પર આ નિયંત્રણો લાદ્યા છે.

રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બેંકના થાપણદારો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન)માં 5 લાખ રૂપિયાનો દાવો ડિપોઝીટ ઈન્સ્યોરન્સ હેઠળ કરી શકે છે. આ ઉપરાંત સંજોગો અનુસાર રિઝર્વ બેંક પોતાના આ નિર્ણય બાબતે ફેરબદલ કરી શકાય છે કે પછી તેની સાથે આ નિર્ણય પર ફેરવિચાર કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આ બેંકને કેટલાક નિયમોના ઉલ્લંઘનને કારણે કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે એવું પણ જણાવ્યું છે કે ધિરાણકર્તા મર્યાદાના પ્રમાણને બદલે બચત બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સમાં ખામી માટે નિશ્ચિત દંડ વસૂલ કરી રહ્યો હતો. જેના કારણે RBIએ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button