GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં અનું. જાતિ સાથે ભેદભાવ કરનારા વિરુદ્ધ કાર્યવાહી સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન

મોરબી : મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં અનું. જાતિ સાથે ભેદભાવ કરનારા વિરુદ્ધ કાર્યવાહી સંદર્ભે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે.

આવેદનમાં વિનોદભાઈ પરમારે જણાવ્યું છે કે મોરબી જિલ્લામાં અનુ.જાતિના રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે અવારનવાર ગેરવર્તણૂક કરવાની ઘટનાઓ બની રહી છે. મોરબી જિલ્લામાં ચાલતી આવી વ્યવસ્થાને લીધે અનુ.જાતિમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોરબી તાલુકા મામલતદાર કચેરીમાં એક આગેવાનને હડધૂત કરવામાં આવ્યા, ગોર ખીજડિયા ગામે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો, અનુ. જાતિની અનેક જમીનો હડપ કરવામાં આવી, વગેરે પ્રશ્નોમાં જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ છે.

[wptube id="1252022"]
Back to top button